ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

બહારની દુનિયા

  જો ખરા મનથી પ્રયત્ન કરવા છતાં તમે સફળ ના થાવ તો કોઈ વાંધો નથી. જો વિજયના માર્ગે આગળ વધતાં પરાજય મળે તો તે ખરાબ બાબત નથી. પ્રત્યેક પરાજયથી વિજયની દિશામાં આગળ વધાય છે તે ઉચ્ચતર ધ્યેયનું પ્રથમ પગથિયું છે.
       આપણો દરેક પરાજય એ સ્પષ્ટ કરે છે કે અમુક બાબતમાં આપણે પાછળ છીએ અથવા કોઈ વિશિષ્ટ સાધના તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. જ્યાં આપણી નિર્બળતા છે, જ્યાં મનોવૃત્તિ વિખરાયેલિ છે, જ્યાં વિચાર અને ક્રિયા એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, જ્યાં દુઃખ, કલેશ, શોક, મોહ, પરસ્પર વિરોધી ઈચ્છાઓ આપણને ચંચળ બનાવીને એકાગ્ર થવા દેતાં નથી એ તરફ પરાજય આપણું ધ્યાન ખેંચે છે.
         પ્રેત્યેક પરાજય આપણને કઈક ને કઈક શીખવાડી જાય છે. મિથ્યા કલ્પનાઓને દૂર કરીને આપણને સબળ બનાવે છે. આપણી વેરવિખેર વૃતિઓને એકાગ્રતાનું રહસ્ય શીખવાડી જાય છે. અનેક મહાપુરુષો માત્ર એ જ કારણે સફળ થયા હતા કે એમને પરાજયનો કડવો સ્વાદ ચાખવો પડ્યો હતો.





    આપણી અંદર, આપણા અંતઃકરણમાં એક જબરદસ્ત લોક મોજૂદ છે. એ લોકની સ્થિતિ એટલી મહત્વપૂર્ણ છે કે એની આગળ ભૂલોક અને ભૂવઃ લોક તુચ્છ છે. બહારની પરિસ્થિતિઓ મનુષ્યને આંદોલિત તથા વિચલિત અવશ્ય કરે છે, પરંતુ સંસારના બધા પદાર્થોનો જેટલો સારો કે ખરાબ પ્રભાવ પડે છે એના કરતાં અનેકગણો પ્રભાવ આપણા પોતાના વિચારો અને વિશ્વાસનો પડે છે.
         ગીતામાં ભગવાને કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાના મિત્ર અને પોતે જ પોતાના શત્રુ છે. મનુષ્ય પોતે જેટલી સહાયતા કરી શકે છે એટલી કોઈ મિત્ર પણ કરી શકતો નથી. એ જ રીતે કોઈ બીજું એટલી શત્રુતા કરી શકતું નથી કે જેટલી મનુષ્ય પોતે પોતાની સાથે શત્રુતા કરે છે. પોતાની કલ્પનાશક્તિ, વિચાર અને વિશ્વાસના આધારે મનુષ્ય પોતાની એક દુનિયાનું નિર્માણ કરે છે. એ દુનિયા જ એને સુખ યા દુઃખ આપ્યા કરે છે.
       મનુષ્ય મનમાં પ્રચંડ શક્તિ ભરેલી છે. તે એ શક્તિ દ્વારા પોતાના માટે અત્યંત અનિષ્ટકારી અથવા અત્યંત ઉપયોગી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. દરેક મનુષ્યની પોતાની એક અલગ દુનિયા હોય છે. મનની અંદરની દુનિયા જેવી હોય છે. તેવી જ બહારની દુનિયા પણ દેખાય છે.





જો આપણને પોતાની ઉપર શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં નિષ્ઠા હોય તો આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આ પ્રદેશની સંસ્કૃતિ પર આપણી અમિટ છાપ પડશે.
         ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર ધર્મ છે. પૃથ્વી પર આજે જે સંધર્ષ જોવા મળે છે તેનું એકમાત્ર કારણ એ છે કે આજે બધા માત્ર પોતાનો અધિકાર જુએ છે, પરંતુ એ ભૂલી જાય છે કે અધિકારની બીજી બાજુ કર્તવ્ય છે. જે એકનો અધિકાર છે તે બીજાનું કર્તવ્ય છે. જો બધા લોકો પોતાના કર્તવ્યોનું પાલન કરે તો આપોઆપ બધાને પોતાના અધિકારો મળી જાય.
       અધિકારનો ભૂખ્યો કહે છે કે બીજાઓ પાસેથી મને અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ. કર્તવ્યનો ઉપાસક કહે છે કે બીજાઓને મારી પાસેથી અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ. પહેલો ભાવ કડવાશ ફેલાવે છે, જ્યારે બીજો સૌહાર્દ ફેલાવે છે. જો આપણે એ સમજી લઈએ કે બધાનું બધાની ઉપર ઋણ છે, બધાના કલ્યાણ સાથે સંબંધ છે, મારે મારૂ ઋણ ચૂકવવાનું જ છે. રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય જીવન માટે આનાથી વધારે સારો બીજો કોઈ માર્ગ નથી.
       ભારતનો નાગરિક હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી યા ગમે તે હોય, પરંતુ એણે દરેક કામ ધર્મબુદ્ધિથી કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિના ઍક જ મૂળ ધર્મ છે. ધર્મનો અર્થ સંપ્રદાય નથી.

મંગળવાર, 12 જૂન, 2012

PARIVAAR

ગઢવી પરિવાર ને હસમુખ ગઢવી ના જય સોનલ જય મોગલ (અમદાવાદ અને મારા વતન કપડવંજ તાલુકાના રોઝાવાડા ગામ ના મારા (રતનું ) પરિવાર ને પણ જય માતાજી.


પરિવારમાં રહેવા છતા સતત આ વાતની કોશિશ કરતા રહેવું જોઈએ કે એ તૂટે નહીં. દરેક વાતની આયુષ્ય હોય છે, આમ તો પરિવારની પણ ઉમર હોય છે અને જેથી દરેક પ્રકારની ઉંમરની પોતાની રીત અલગ હોય છે.

- આમ જ પરિવારમાં રહેતા સદસ્યો દ્વારા એક-બીજાની રીતથી સતત સજાગ રહેવું જોઈએ. જો આપણે દિવાની રોશની પર દ્રષ્ટિ રાખતા હોઈએ તો તે રોશનીનું મહત્વ સમજવું જોઈએ.

- દિવાના આકાર, માટીના પ્રકાર પર ધ્યાન ન દો, દિવો જે જ્યોતિ આપી રહ્યો છે, આપણે તેના પર ધ્યાન રાખો. પરિવારમાં કેટલાક સભ્યો નબળા છે અને કેટલાક સક્ષમ, આપણે આ વાત પર ધ્યાન ન દેવું જોઈએ કે કોણ શું છે?

- આપણી પહેલી પ્રાથમિકતા એવી હોવી જોઈએ કે તે તેના સદસ્ય હોય. પોતે પણ આ વાત પર ગૌરવ કરો કે આપણે આ પરિવારના સભ્ય છે.

- તેને કહેવાય છે માનસિક એકતા. માનસિક રૂપથી જેમ બધાને સમાન માનશે, એ રીતે પરિવાર જોડાતો જશે. આજે અવિશ્વાસની સ્થિતિ પરિવારોમાં વધારે ઝડપથી ફેલાઈ રહી છે.

- ઘણા લોકો તો પૂરો પારિવારિક જીવન શંકાની સંતાકૂકડી રમતા રહે છે. અજીબ-અજીબ સુરંગ પરિવારમાં બનતી જાય છે, જ્યારે કુંટુંબમાં સંબંધો નિભાવવા જ સૌથી મોટી યોગ્યતા માનવામાં આવે છે.

- કોઈનાથી શું મળશે, તેની જગ્યાએ મહત્વપૂર્ણ એ હોવું જોઈએ કે આપણને પરિવાર મળ્યો છે અને તે જ પરમાત્માનો પ્રસાદ છે.

- દુનિયાદારીના બધા સંબંધ જો બરાબર જોશો તો પરિવારમાં જ મળી જશે. મિત્ર, ગૃહિણી, રમણી, ગુરુ, પરમાત્મા, સેવક, માતા, પિતા, દિકરો, ભાઈ, કાકા, કાકી, દીદી, દીકરી, સહયોગી બધા જે પરિવારમાં છે તેના તૂટી જવું દુર્ભાગ્ય જ હશે.

PREM

મહાભારતમાં એક કથા આવે છે. આ વાર્તા છે રાજા નળ અને તેમની પત્ની દમંયતી.આ કથા આપણને બતાવે છે કે પ્રેમને કોઇ શબ્દ અને ભાષાની જરૂરિયાત હોતી નથી. પ્રેમ માત્ર નજરોની ભાષાથી પણ વાંચી શકાય છે.

મહાભારતમાં રાજા નળ અને દમંયતીની વાર્તા કંઇક આ પ્રકારે છે. નળ નિષધ રાજ્યનો રાજા હતો ત્યાં જ વિદર્ભ રાજા ભીમકની છોકરી દમંયતીની. જે લોકો આ બન્ને રાજ્યોની યાત્રા કરતા તે રાજા નળની સામે દમંયતીના રૂપના અને ગુણોની પ્રશંસા કરતા તો દમંયતીની સામે રાજા નળની વીરતા અને સુંદરતાનું વર્ણન કરતા. બન્ને એકબીજાને મળ્યા વગર જ પ્રેમ કરવા લાગ્યા, એક દિવસ રાજા નળે દમંયતીને પત્ર લખ્યો. દમંયતીએ તેમને પોતાના સ્વંયવરમાં આવવાનું આમંત્રણ આપ્યું.

દરેક દેવતા પણ દમંયતીના રૂપ- સૌદર્યથી પ્રભાવિત હતાં. જ્યારે રાજા નળ રાજ્ય માટે જઇ રહ્યા હતા ત્યારે દરેક દેવતાઓએ તેમને રસ્તામાં જ રોકી લીધા અને સ્વયંવરમા ના જવા માટે જાત- જાતના અનુરોધ પણ કર્યા જેથી નળ રાજા દમંયતીથી લગ્ન ના કરે. પરંતુ નળ ના માન્યા. દરેક દેવતાઓએ ઉપાય અજમાવ્યો જે પ્રમાણે દરેક દેવતાઓએ નળ રાજાનું રૂપ લઇને વિદર્ભ પહોંચ્યા. સ્વયંવરમાં નળ જેવા ઘણા ચહેરા દેખાયા. દમયંતી હેરાન થઇ ગઇ. અસલી નળને કેવી રીતે ઓળખવો. તે વરમાળા લઇને આગળ વધી, તેણીએ માત્ર સ્વંયવરમાં આવેલા સૌની આંખોમાં એક પછી એક નિરિક્ષણ કરવા લાગી.

પરંતુ દમંયતીએ રાજા નળ જેવો પ્રેમભાવ કોઇની આંખોમાં ના જોયો અને તેણીએ અસલી નળ રાજાને વરમાળા પહેરાવી. દરેક દેવતાએ પ્રેમની પ્રશંસા કરી.

કથા સમજાવે છે કે ચહેરા અને ભાષાથી પર કાંઇ હોતુ નથી. જો પ્રેમ સાચ્ચો હોય તો તે આંખોથી જ છલકાશે. તેને પ્રદર્શિત કરવાની જરૂર રહેતી નથી. પ્રેમની ભાષાને મૌનમાં વધારે તેજ હોય છે.

SUKH DUKH

બીજાના દુઃખમાં આપણે સામેલ હોય છે. આપણને આ ખબર હોય છે કે આ બધા ઘટનાક્રમ બીજાના છે. પણ આવી જ ઘટના જ્યારે પોતાના જીવનમાં ઘટે તો દુઃખ તરત આપણી અંદર લઈ આવે છે. જો કે આપણે સુખ પણ લાવવાની આદત છે, આ માટે દુઃખ પણ લઈ આવશે અને પછી સાચી પરેશાની શરૂ થશે.

- જેમ આપણે દુઃખને જોઈને કશું નથી થતું, એવુ જ આપણને સુખ સાથે થઈ જશ, ત્યારે એક નવી સ્થિતિ આનંદની અનુભૂતિ થશે, જેમાંથી નથી સુખ અને દુઃખ. પણ એવું શક્ય નથી.

- સુખ અને દુઃખ એટલા જોડાયેલા છે કે એકને સુખ બીજાને દુખ બની જાય છ અને બીજાનું દુખ કોઈ અને બીજા માટે સુખ હોય છે.

- હિન્દુઓમાં પૂર્વજન્મની કલ્પના તેમાં મોટી રાહત પહોંચે છે. એક ઘરમાં થયેલ મૃત્યુના દુખ, બીજા કોઈ ઘરમાં થયેલ જન્મના સુખ બની જાય છે.

- જે લોકો બીજાને દુખમાં વિવેક પૂર્ણ રીતથી તેને સમજાય છે, આવા લોકો આપના દુખમાં બધી સમજ ભૂલી જાયછે. નિર્લિપ્ત રહેવાનો જેટલો અભ્યાસ વધારશો, સુખ અને દુઃખમાં બન્ને એક જેવો રસ દેવા લાગશે.

- જો પ્રેમને સારી રીતથી સમજી લેશો કે પ્રેમની પોતાની પીડા છે. પ્રેમની વગર પીડા થઈ નથી શકતી, પણ તેની પીડામાં પણ રસ છે, નહીં તો દુનિયાથી પ્રેમ મટી જશે.

- આ માટે સુખ તથા દુઃખ બન્ને સ્થિતિઓમાં પ્રેમપૂર્ણ જરૂર બની રહે. પ્રેમના માટે પહેલા પાત્ર પરમાત્માને બનાવશો તો ધીરે-ધીરે તેનો વિસ્તાર સંસારમાં થઈ જાય છે અને ત્યારે સંસાર છોડવાની જરૂરત નથી પડતી અને નથી તો કોઈ મુશ્કેલી પડતી.

શનિવાર, 9 જૂન, 2012

વિચારો નું વૃંદાવન

નાનપણથી મેં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. પણ મમ્મીએ ભગવાનમાં શ્રદ્ધા અને મન પરોવવાનું શીખવ્યું હતું , આથી જીવનમાં કંઈક બની શક્યો છું.
ઘણાં લોકોનો પ્રોત્સાહન , સાથ અને આલોચન  વડે આગળ વધ્યો છું.
જીવનદૃષ્ટિ, પ્રેમ , ભગવાનની લીલા , પુરાણ કથોમાં ઘણો રસ હોવાથી આ બ્લોગની શરૂઆત કરી છે.
આ બ્લોગમાં મેં  અત્યાર લગી વાચેલું , વિચારેલું ,ગમતું , સમજેલું ,આલેખેલું  તથા  રચેલું , પદ્ય , ગદ્ય અને સાહિત્ય ભેગું કરી
જયારે દેહ મૂકી ,
વિલાપ કરી રહ્યાં હતા તમે;
ત્યારે તમને ઘરમાંથી “કાઢવા”ની ,
તૈયારી કરી રહેલા અમે ,
તમારા અંગત મિત્રો.

જયારે સ્મશાનમાં,
અગનથી ઘેરાયેલા હતા તમે;
ત્યારે સુર્યનાં તાપથી બચવા ,
છાંયડો શોધી રહેલા અમે ,
તમારા અંગત મિત્રો

જયારે  રાખનાં  ઢગલાં બની,
પાછાં ફરી  રહ્યાં હતા, તમે ;
ત્યારે આ શોકને ભૂલાવવા “યાર”,
ચાની એક પ્યાલી પી રહેલા અમે ,
તમારા અંગત મિત્રો

અહીં મુકવાનો પ્રયત્ન છે.
આજે કર્મ , પાપ , અને પુણ્ય વિષે જે પુરાણોમાં વાંચ્યું છે,  વિચાર્યું છે , સમજ્યું છે તે અહીં પ્રસ્તુત કરું છું.
પરાશર મુનિ વિષ્ણુ પુરાણમાં કહે છે:
कर्मभिर्भाविताः पूर्वैः कुशलाकुशलैस्तु ताः ।
रव्यात्या तया ह्मनिर्मुक्ताः संहारे ह्यूपसंहृताः ॥२८॥
–श्रीविष्णुपुराण – प्रथम अंश – अध्याय ५
અર્થાત : સર્વ પ્રજા પોતાના પૂર્વ શુભ અને અશુભ કર્મોથી યુક્ત છે. પ્રલયકાળમાં સર્વનો લય થવા છતાં પૂર્વ જન્મનાં  સંસ્કારથી મુક્તિ નથી મળતી.
પંચ મહાભૂતની બનેલી સર્વ વસ્તુઓનો નાશ થાય છે પણ તમારા પૂર્વ જન્મોના કર્મ નાશ પામતા નથી. જયારે જયારે સૃષ્ટિનો નાશ થાય છે ત્યારે સર્વ જીવોને ભગવાન પોતાનામાં લીન કરી નાખે છે અને પોતે યોગનિદ્રામાં પોઢી જાય છે. જયારે ફરી તેમને લીલા કરવાનું મન થાય છે ત્યારે નવી સૃષ્ટિનું નિર્માણ કરે છે અને એ પૂર્વ જન્મોનાં  કર્મ મુજબ આપણે સહુ સંસારમાં ફરી જન્મ લઈએ છીએ.
तेषां ये यानि कर्माणि प्रक्सृष्टयां प्रतिपेदिरे |
तान्येव ते प्रपघन्ते सृज्यमानाः पुनः पुनः || (વિષ્ણુ પુરાણ)
અર્થાત : દરેક પ્રાણીના જેવા જેવા કર્મ પૂર્વ કલ્પોમાં કર્યાં હતા, તે પ્રમાણે તે જીવ નવી સૃષ્ટિના આરંભમાં ફરી પોતાની એ જ પ્રવૃત્તિઓમાં સ્થિર થાય છે.
આ કાળચક્રની અનંતામાં આપણે ગોથા ખાઈએ છીએ. અનેક જાતના કર્મ કરતાં રહી ફરી ૮૪ લાખ યોનીઓમાંથી પસાર થઈએ છીએ અને વ્યર્થ વૃતિઓમાં જીવન પસાર કરીએ છીએ. આપણી અલ્પતા , અજ્ઞાનતા અને અશ્રદ્ધાને લીધે આ કર્મના ચક્રના વિષયને આપણે ગૌણ અને ઉપજાવેલ માનીએ છીએ.
પણ હકીકત એ છે કે  गहना कर्मणो गतिः। કર્મની ગતિનું ચક્ર અતિ ગહન છે. તે જ્ઞાન અને વિજ્ઞાનનાં વિષયથી પર છે. ઘણા ખરા લોકો તો એમ સમજે છે કે આગલો જન્મ કે આવતા જન્મની કોને ખબર છે કે કોને જોયો છે. જે છે તે વર્તમાન જન્મમાં છે આથી બીજા જન્મોનું વિચારી શા સાટુ ચીંતા  કરવા બેસીએ. અને એક ગ્રંથી તો ઘર કરી ગઈ છે આપણા પાપ કોણે જોયા છે ? કોને આ વાતની ખબર હશે? પણ ગરુડ પુરાણમાં ભગવાન સ્વયં કહે છે:

आदित्यचन्द्रावनिलोऽनलश्र्चद्यौर्भूमिरापो हॄदयं यमश्र्च |
अहश्र्च रात्रिश्र्च उभे च संध्ये  धर्मोपि जानाति नरस्य वॄत्तम् || १६
–ગરુડ પુરાણ , ત્રીજો અધ્યાય
શરીરથી કે મનથી જીવ જે કર્મ કરે છે એની સાક્ષીમાં સુર્ય , ચંદ્ર, પવન, આકાશ , જળ, અગ્નિ , પૃથ્વી , દિશાઓ , હ્રદય , કાળ, ધર્મ , સંધ્યા, રાત , દિન અને ઇન્દ્રિયો રહે છે. આ બધાં દ્વારા ધર્મ અને અધર્મની જાણ થાય છે અને તે જીવના કર્માનુસાર સજા થાય છે. જે મનુષ્ય જે પ્રમાણેનું કર્મ કરે છે તે પ્રમાણેનું ફળ પરલોકમાં ભોગવે છે. એમા કોઇ બાંધછોડ નથી. પછી તે મનુષ્ય, દેવ, ઋષિ , ગંધર્વ કે દૈત્ય હોય. પૂર્વ જન્મનાં કર્મનું ફળ દરેક પ્રાણીએ ભોગવવું પડે છે. નારદ પુરાણમાં વર્ણવ્યું છે કે:
त्र्प्राब्रह्मभुवनाल्लोकाः पुनरुत्पत्तिदायकाः  || ७५ – १ ||
– श्री नारदीय महापुराणाम् , चतुर्थोध्याय
અર્થાત  બ્રહ્મલોક સુધીના સર્વ લોકમાં પુણ્યનો ક્ષય થવાથી પુર્નર જન્મ લેવો પડે છે.  આ નિયમમાં કોઈ મીનમેખ નથી.  જયારે પુણ્યનો અંત આવે છે ત્યારે સ્વર્ગના દેવતાઓ પણ ફરી જન્મ-મરણના ચક્રમાં ફરી આવું પડે છે.
કહેવાય છે કે  પાપનું ફળ આ કે આવતા જન્મમાં ભોગવવું પડે છે , નારદ પુરાણમાં જણાવ્યું છે કે:
ना भुक्तं क्षीयते कर्म कल्पकोटि शतैरपि
अवश्य मेव भोक्तव्यं कृत कर्म शुभाशुभम् || ६९ -७० ||
– श्री नारदीय महापुराणाम्, प्रथैक त्रिंशोड्ध्याय
અર્થાત : કોઈ પણ કર્મ સો કરોડ કલ્પોમાં ભોગવ્યા વિના નષ્ટ નથી થતું. કરેલા શુભ અને અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
છતાં માર્કંડેય પુરાણમાં પિત્તરો  કહે છે કે બે કારણોસર મનુષ્યને કર્મ બંધન નડતું નથી.
एवं न बन्धो भवति कुव्वॅतः  करुणात्मकं |
न च बन्धाय तत्कर्म भवत्यन भिसन्धितं || १५ ||
– ૯૫મો અધ્યાય
અર્થાત : દયા ભાવથી કરેવું કર્મ બંધનકારક નથી. નિષ્કામ ભાવથી કરેલું કર્મ પણ બંધન નથી આપતું.
પણ કયારેક અત્યુગ્ર પાપનું ફળ આ જન્મમાં સહન કરવું પડે છે અને તેની પ્રચંડતા ઉપર તેનો  દંડ ત્રણ પળ, ત્રણ પ્રહર,  ત્રણ દિવસ , ત્રણ સપ્તાહ, ત્રણ મહિના , ત્રણ વર્ષ અથવા ત્રણ જન્મો સુધીમાં મળે છે.
  • ભગવાન વિષ્ણુનાં પાર્ષદ  જય અને વિજયે , પરમ વૈષ્ણવોને (સનક, સનાતન, સનંદન અને સનત્કુમાર ઋષિઓ) ભગવાન પાસે જતા અટકાવવા માટે એમને માત્ર  ત્રણ પળમાં ભગવાનનાં વિયોગનો  શ્રાપ મળ્યો હતો અને તેથી ત્રણ જન્મો લગી તેઓને  દૈત્ય કૂળમાં જન્મ લેવો પડ્યો હતો.
  • સહસ્ત્રાર્જુને ઋષિ જ્મદગ્નીની કામધેનું ગાય અપહરણ કરી લઇ ગયો હતો.  પછી માત્ર ત્રણ પ્રહરમાં એને આ પાપનું ફળ ભોગવવું પડ્યું હતું . ભગવાન પરશુરામે એનો, તથા એના સૈન્યનો નાશ કર્યો .
  • અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચે દીકરાને તેણે મારી નાખ્યા.( આતતાયી, નિર્દોષ સૂતા બાળકોની હત્યા કરનાર) પછી ત્રણ દિવસમાં અર્જુને તેને પકડી એનો વધ  ( માથું મુંડાવી, એનું સર્વ ધન લઈને, માથા ઉપર રહેલ દિવ્ય મણિ લઈ એનું તેજ હરી ) કર્યો .
તેજ રીતે આપણે જે કંઈ સત્કર્મ કરીએ છીએ તેને અનુરૂપ આપણને સુખ ,શાંતિ , સમૃદ્ધિ અને સફળતા આપે છે. માણસની વર્તમાન સ્થિતિ કહી આપે છે કે તે કેવા કર્મ કરીને આવ્યો છે. જેના મુખ ઉપર આનંદ હોય, ઉત્સાહ હોય , સાત્વિક તેજ હોય તો સમજી લેવાનું કે સારા કર્મો કરીને આવ્યો છે અને તેના પરિણામે ભવિષ્યમાં પણ એને સારું સુખ મળવાનું છે.
પુણ્યનું ફળ છ વર્ષમાં બેગણુ, બાર વર્ષમાં ચાર ગણું, અઢાર વર્ષમાં આઠ ગણુ અને ચોવીસ વર્ષમાં સોળ ગણું થઈ જાય છે! પૂર્વકાલીન સમયમાં અનેક ઋષિ, મુની, દેવ, દાનવ, યક્ષ , ગંધર્વ , રાક્ષસ અને મનુષ્યોએ હજારો – લાખો વર્ષો સુધી તપસ્યા , વિવિધ વ્રત અને યજ્ઞો જેવા અનેક પ્રકારના કર્મ કરી,  અનેક ઘણું પુણ્ય કમાઈ લીધું. પણ તે કર્મનું ફળ લીધું નહિ  જેથી તેનું પુણ્ય આનન્ત્ય ઘણું વધી ગયું.  આ પુણ્યના પ્રતાપે તેઓ અનેક સિદ્ધિ, ઐશ્વર્ય , શક્તિ અને સાધન પ્રાપ્ત કર્યાં હતાં.

  • ધ્રુવે માત્ર છ વર્ષની ઉમરમાં ભગવાનની ઉત્તમ ઉપાસના કરી ૩૬૦૦૦ વર્ષ પર્યંત સુધીનું પૃથ્વીનું એકચક્ર રાજ્ય અને ભગવાનનું અવિચળ લોક અને પદ પ્રાપ્ત કર્યું હતું.
  • વામન અવતાર વખતે રાજા બલિને તેની સત્યનિષ્ઠા અને ત્રણ પગલા દાનના બદલામાં ભગવાને તેને પાતાળનો  રાજા બનાવ્યો હતો અને આઠમા સાવર્ણિ મન્વંતરમાં તેને સ્વર્ગમાં ઇંદ્ર બનવાનું વરદાન આપ્યું હતું.
  • દાનવરાજ  હિરણ્યકશીપુ , સહસ્ત્રાર્જુન , રાક્ષસરાજ રાવણ  વગેરેએ ઉગ્ર સકામ તપ કરી ભગવાન શંકર , બ્રહ્મા પાસેથી અદભુત વરદાન માંગ્યા હતાં.
જયારે પુણ્યનો અંત આવે છે ત્યારે પડતી શરૂ થાય છે. તેમ જયારે પાપનો ક્ષય થાય છે ત્યારે ચઢતી આવે છે. પણ સમજવાનું એ છે કે દરેક કર્મનો અંત આવે છે.   આ જંજાળમાંથી નીકળવાનો માત્ર એક રસ્તો છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે:
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ ४७ ||
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते || ४८ – २||
श्रीमद भगवद् गीता , अध्याय २
તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારે ય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ. કર્મનું ફળ મળે કે ના મળે તેથી શું ફરક પડે છે ? સમ ભાવથી જે કર્મ કરે તેને “યોગ” કહે છે.
જે કંઈ કર્મ કરો તે ભગવાનના ચરણમાં ધરી દો. ખરાબ કર્મો કાર્ય હશે તો ઠાકોરજી તેની સજા સાત વર્ષોની હશે તો માત્ર સાત પળની કરશે અને સારા કર્મો કર્યાં હશે તો સાત દિવસનું સુખ સાત જન્મો પર્યંત કરી આપશે. આ તો વાત થઇ સકામ કર્મોની.
જો  નિષ્કામ એટલેકે કોઈ પણ આશા કે ઈચ્છા વગર તમે સઘળા કર્મો પ્રભુને આપશો તો તે સ્વયં પોતાનું પદ, લોક , સામર્થ્ય , મુક્તિ આપશે.
फलागृध्रुः कर्मरणां तत्प्राप्रोति परमं पदम् || ७५ – २||
– श्री नारदीय महापुराणाम् , चतुर्थोध्याय
અર્થાત જે કર્મનું ફળ નથી માંગતો તેને વિષ્ણુનું પરમ પદ પ્રાપ્ત થાય છે.
જો જીવ આમાંથી કંઈ પણ ન લે તો  ભગવાન તેમને પોતાની ભક્તિ આપે છે જે આ સૃષ્ટિમાં દરેક લભ્ય ,સુલભ, દુર્લભ, અને અલભ્ય હોય એવી વસ્તુઓમાં શ્રેષ્ઠ છે. ભગવાન સિવાય દુનિયામાં કોઈ ભગવાનની ભક્તિ આપવામાં સક્ષમ નથી.

જુઠું બોલો પણ આવું

आदौ राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनं
वैदेही हरणं, जटायु मरणं, सुग्रीव संभाषणं
बाली निर्दलं, समुन्द्र तरणं, लंकापुरी दाहनं
पश्चाद्रावण-कुम्भकरण हननं, एतद्धि रामायणं
– एकश्लोकी  रामायण
दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने |
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत: ||
અર્થાત: ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. વેશ્યા જયારે લાલી લગાવે ત્યારે દૂરથી બહુ  સુંદર દેખાય છે. યુદ્ધની વાતો સંભાળવામાં બહુ દિલચસ્પ લાગે છે.  હકીકત તો એ છે કે આ ત્રણે વસ્તુઓ દૂરથી સારી લાગે છે, જો જોઈ
प्राणात्यये विवाहे वकत वयमनृतं  भवेत् |
सर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||
– આદિ પર્વ, મહાભારત
અર્થાત “વિવાહ, રતિક્રીડા , પ્રાણ સંકટના  સમય પર , સર્વસ્વ લૂંટાવાના વખતે , બ્રાહ્મણનાં નિમિત્તે , તથા બ્રાહ્મણનાં રક્ષણ માટે જૂઠું બોલવામાં પાપ નથી.
શાસ્ત્રો મુજબ આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી
  • લગ્ન પ્રસંગે , વર-વધુના  ખોટા વખાણ કરવામાં દોષ નથી
  •  હાસ્ય-વિનોદના પ્રસંગ વખતે જો ખોટું બોલાય તો એ વાતનો દોષ નથી.
  • પ્રાણ પર સંકટ આવે  ત્યારે જો અસત્ય બોલવાથી પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
  • ગૌ-રક્ષાના પ્રસંગ સમયે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
  • જો કોઈ બ્રાહ્મણ વિપત્તિમાં હોય અને અસત્ય બોલવાથી જો તેની વિપત્તિનો નાશ થતો હોય તો અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
  • આપણા અસત્ય બોલવાથી કો અન્યના પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
  • સ્ત્રીને પ્રસન્ન કરવામાં ખોટું બોલવું પડે તો એમ કરવામાં દોષ નથી
  • વ્યાપાર-ધંધા  ખોટ કે આજીવિકા જતી રહેવાનું સંકટ આવે ત્યારે સત્ય છુપાવામાં  કોઈ દોષ નથી.


હસમુખ ગઢવી ના જય માતાજી
જય સોનલ માં 
(09158880792) MH.

શનિવાર, 19 મે, 2012

જીવન ની લીલા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તેે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તનેમને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’

Hasmukh gadhavi ahmedabad gujarat (jashodanagar)

09158880792( MAHARASTRA)