જો ખરા મનથી પ્રયત્ન કરવા છતાં તમે સફળ ના થાવ તો કોઈ વાંધો નથી. જો
વિજયના માર્ગે આગળ વધતાં પરાજય મળે તો તે ખરાબ બાબત નથી. પ્રત્યેક પરાજયથી
વિજયની દિશામાં આગળ વધાય છે॰ તે ઉચ્ચતર ધ્યેયનું પ્રથમ પગથિયું છે.
આપણો દરેક પરાજય એ સ્પષ્ટ કરે છે કે અમુક બાબતમાં આપણે પાછળ છીએ અથવા કોઈ
વિશિષ્ટ સાધના તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. જ્યાં આપણી નિર્બળતા છે,
જ્યાં મનોવૃત્તિ વિખરાયેલિ છે, જ્યાં વિચાર અને ક્રિયા એકબીજાની વિરુદ્ધ
દિશામાં જઈ રહ્યા છે, જ્યાં દુઃખ, કલેશ, શોક, મોહ, પરસ્પર વિરોધી ઈચ્છાઓ
આપણને ચંચળ બનાવીને એકાગ્ર થવા દેતાં નથી એ તરફ પરાજય આપણું ધ્યાન ખેંચે
છે.
પ્રેત્યેક પરાજય આપણને કઈક ને કઈક શીખવાડી જાય છે. મિથ્યા કલ્પનાઓને દૂર
કરીને આપણને સબળ બનાવે છે. આપણી વેરવિખેર વૃતિઓને એકાગ્રતાનું રહસ્ય
શીખવાડી જાય છે. અનેક મહાપુરુષો માત્ર એ જ કારણે સફળ થયા હતા કે એમને
પરાજયનો કડવો સ્વાદ ચાખવો પડ્યો હતો.
આપણી અંદર, આપણા અંતઃકરણમાં એક જબરદસ્ત લોક મોજૂદ છે. એ લોકની સ્થિતિ એટલી મહત્વપૂર્ણ છે કે એની આગળ ભૂલોક અને ભૂવઃ લોક તુચ્છ છે. બહારની પરિસ્થિતિઓ મનુષ્યને આંદોલિત તથા વિચલિત અવશ્ય કરે છે, પરંતુ સંસારના બધા પદાર્થોનો જેટલો સારો કે ખરાબ પ્રભાવ પડે છે એના કરતાં અનેકગણો પ્રભાવ આપણા પોતાના વિચારો અને વિશ્વાસનો પડે છે.
ગીતામાં ભગવાને કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાના મિત્ર અને પોતે જ
પોતાના શત્રુ છે. મનુષ્ય પોતે જેટલી સહાયતા કરી શકે છે એટલી કોઈ મિત્ર પણ
કરી શકતો નથી. એ જ રીતે કોઈ બીજું એટલી શત્રુતા કરી શકતું નથી કે જેટલી
મનુષ્ય પોતે પોતાની સાથે શત્રુતા કરે છે. પોતાની કલ્પનાશક્તિ, વિચાર અને વિશ્વાસના આધારે મનુષ્ય પોતાની એક દુનિયાનું નિર્માણ કરે છે. એ દુનિયા જ એને સુખ યા દુઃખ આપ્યા કરે છે.
મનુષ્ય મનમાં પ્રચંડ શક્તિ ભરેલી છે. તે એ શક્તિ દ્વારા પોતાના માટે
અત્યંત અનિષ્ટકારી અથવા અત્યંત ઉપયોગી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.
દરેક મનુષ્યની પોતાની એક અલગ દુનિયા હોય છે. મનની અંદરની દુનિયા જેવી હોય
છે. તેવી જ બહારની દુનિયા પણ દેખાય છે.
જો આપણને પોતાની ઉપર શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં નિષ્ઠા હોય તો આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આ પ્રદેશની સંસ્કૃતિ પર આપણી અમિટ છાપ પડશે.
ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર ધર્મ છે. પૃથ્વી પર આજે જે સંધર્ષ જોવા મળે
છે તેનું એકમાત્ર કારણ એ છે કે આજે બધા માત્ર પોતાનો અધિકાર જુએ છે,
પરંતુ એ ભૂલી જાય છે કે અધિકારની બીજી બાજુ કર્તવ્ય છે. જે એકનો અધિકાર છે
તે બીજાનું કર્તવ્ય છે. જો બધા લોકો પોતાના કર્તવ્યોનું પાલન કરે તો આપોઆપ
બધાને પોતાના અધિકારો મળી જાય.
અધિકારનો ભૂખ્યો કહે છે કે બીજાઓ પાસેથી મને અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ.
કર્તવ્યનો ઉપાસક કહે છે કે બીજાઓને મારી પાસેથી અમુક અમુક વસ્તુઓ મળવી
જોઈએ. પહેલો ભાવ કડવાશ ફેલાવે છે,
જ્યારે બીજો સૌહાર્દ ફેલાવે છે. જો આપણે એ સમજી લઈએ કે બધાનું બધાની ઉપર
ઋણ છે, બધાના કલ્યાણ સાથે સંબંધ છે, મારે મારૂ ઋણ ચૂકવવાનું જ છે.
રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય જીવન માટે આનાથી વધારે સારો બીજો કોઈ માર્ગ
નથી.
ભારતનો નાગરિક હિન્દુ,
મુસલમાન, ખ્રિસ્તી યા ગમે તે હોય, પરંતુ એણે દરેક કામ ધર્મબુદ્ધિથી કરવું
જોઈએ. ભારતીય સંસ્કૃતિના ઍક જ મૂળ ધર્મ છે. ધર્મનો અર્થ સંપ્રદાય નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો